ઓડિયો ક્લિપમાં સ્વામી વિવેક સાગરનો અવાજ હોવાની ચર્ચા

  • 2 years ago
વડતાલના સ્વામીનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામીએ યુવતી સાથે પ્રેમાલાપ કર્યો છે. તેમાં ઓડિયો ક્લિપમાં સ્વામી વિવેક સાગરનો અવાજ હોવાની ચર્ચા થઇ રહી

છે. પણ વાયરલ ઓડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી. તથા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વીડિયો વાયરલ થતા સંતો તથા ભક્તોમાં વાતો થઇ રહી છે.

કાર્યવાહી થાય તેવી માગ સાથે લોકોમાં ભારે રોષ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહાદેવ વિષે ટિપ્પણી કરતો વીડિયો વાયરલ થયો હતો. તથા આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઠેર ઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તેમાં

કાર્યવાહી થાય તેવી માગ સાથે લોકોમાં ભારે રોષ છે. તથા સનાતન ધર્મ વિષે ટિપ્પણી કરાતા સાધુનો વિરોધ છે. જેમાં રુગનાથ સ્વામીનો મહાદેવ પર ટિપ્પણીનો વીડિયો વાયરલ થયો

છે. તથા વડતાલના સ્વામીનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ થયો છે.

પિક્ચરમાં જોઇએ છે એમ શિવજીની જટા

હરિધામ-સોખડાથી છેડો ફાડી પોતાનો અલગ ચોકો રચનારા પ્રબોધસ્વામીના સમર્થક સાધુ આનંદસાગરે અમેરિકાની ધરતી પર દેવાધિદેવ મહાદેવનું અપમાન કરતો વાણી-વિલાસ કર્યો

હતો. જેના પડઘા મહાદેવના ભક્તોમાં પડતા વિવાદ સર્જાયો છે. જેમાં અમેરિકાની ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલા સાધુ આનંદ સાગરે તા.26મી ઓગસ્ટે શિબિરમાં વાણીવિલાસ કર્યો

હતો. જેમાં, પ્રબોધસ્વામીનો મહિમા વધારવા ગપગોળા હંકારતા જણાવ્યું હતું કે આત્મીય વિદ્યાધામની ધરતી ઉપર રહેતા નિશિત નામના સત્સંગી યુવાનને પ્રબોધસ્વામીએ કહ્યું હતું કે

આત્મિય વિદ્યાધામના ગેટ પાસે જા, સાધુની આજ્ઞા માની નિશિત મેઇન ગેટ પાસે પહોંચ્યો હતો. જ્યાં, બંધ ગેટની બહાર શિવજી ઊભા હતા ! પિક્ચરમાં જોઇએ છે એમ શિવજીની જટા

હતી.

પ્રબોધસ્વામીનો મહિમા વધારવાની લહાયમાં સાધુએ બફાટ કર્યો

નાગ વિંટાળેલો હતો. રૂદ્રાક્ષ પહેરેલો હતો. એટલું જ નહિં, શિવજીના હાથમાં ત્રિશૂળ પણ હતું ! શિવજીને જોઇ નિશિતે પ્રાર્થના કરી હતી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો,

પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઇ જશે. ત્યારે, શિવજીએ એમને કહ્યું હતું કે પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગૃત નથી થયા, પણ મને તમારા દર્શન થઇ ગયા એ

અહોભાગ્ય છે, એમ કહીં, શિવજી નિશિતના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા. આવા ગપગોળા હંકારતા વાણીવિલાસની વીડિયોક્લિપ વાઇરલ થતા તેના ઊગ્ર પડઘા પડયા હતા.

Recommended