VIDEO : બોટનું લંગર તૂટતા ચોપાટી ખાતે તણાઈ આવી

  • 2 years ago
પોરબંદરના બંદર ખાતે લંગર પર રહેલી બોટનું લંગર તૂટી જતા બોટ તણાઈને ચોપાટી ખાતે આવી પહોંચી હતી. બોટ ભેખડ સાથે અથડાવાના કારણે તેમાં ખાસ્સું નુકશાન થયું છે. પોરબંદરમાં ગત અઠવાડિયે બોટનું લંગર તૂટતા જૂની દીવાદાંડી નજીક તણાઈ આવી હતી ત્યારે વધુ એક વખત બંદર નજીક લંગર પર રહેલ ફિશિંગ બોટ તણાઈ આવી છે. ગત રાત્રે એક ફિશિંગ બોટ બહાર કાઢવામાં આવી હતી અને બંદર નજીક લંગર પર રાખવામાં આવી હતી. મોડી રાત્રે ભારે પવનના કારણે બોટનું લંગર તૂટ્યું હતું અને બોટ તણાઈને ચોપાટી ખાતે આવી હતી. બોટ ચોપાટી નજીક ભેખડ સાથે અથડાતા તેનો સંપૂર્ણ નાશ થયો છે જેથી બોટ માલિકને લાખોનું નુકશાન થયું છે. જો કે બોટમાં રહેલ ખલાસીઓનો બચાવ થયો છે. બોટમાં રહેલ માલસામાન કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. બંદર નજીક રેતીનો ભરાવો થયો હોવાથી બોટોને બહાર જવામાં તથા અંદર પ્રવેશ કરવામાં ભરતી આવે તેની રાહ જોવી પડે છે અને ત્યાં સુધી બોટને બંદર પર લંગર પર જ રાખવી પડે છે.