સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

  • 2 years ago
સચિન જીઆઈડીસી રોડ નં. 4 સ્થિત ધ્રુવેશ ઇન્ડસ્ટ્રીઝ નામની ગ્રે કાપડની મીલમાં રવિવારે બપોરે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ આખી મીલમાં પ્રસરતા સચિન જીઆઈડીસી અને સુરત ફાય૨ બ્રિગેડે મળી ત્રણ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.