બનાસનું નીર રણ સુધી પહોંચતા ખેડૂતો ઢોલના તાલે નાચી ઉઠ્યા

  • 2 years ago
ગુજરાતમાં વર્ષ 2022નું ચોમાસું ફળદાયી રહ્યું છે. હજુ પણ મેઘમહેર ચાલી રહી છે ત્યારે રાજ્યની મોટાભાગની નદીઓમાં નવા નીરની આવકમાં વધારો થતા નદીઓ બે કાંઠે વહી રહી છે. બનાસકાંઠા જીલ્લાની બનાસ નદીમાં પણ હાલ પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેને લઈને બનાસ નદીનું પાણી રણ સુધી પહોંચ્યું હતું. છેલ્લે વર્ષ 2017માં બનાસ નદીનું પાણી રણ સુધી પહોંચ્યું હતું. 5 વર્ષો બાદ પાણીનો પ્રવેશ થતા ખેડૂતો ઢોલના તાલે નાચી ઉઠ્યા હતા.