ઉમરપાડામાં ધોધમાર વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા

  • 2 years ago
ઉમરપાડાના જંગલ વિસ્તારમાં વરસાદ થતાં આમલી ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. જેના કારણે આમલી ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આમલી ડેમમાંથી 4688 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલમાં આમલી ડેમમાં પાણીનું લેવલ 114.80 મીટર છે. આમલી ડેમમાં પાણી છોડાઈ રહ્યું હોવાથી નીચાણવાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.