RBIએ રેપોરેટમાં 0.50%નો કર્યો વધારો

  • 2 years ago
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (RBI MPC મીટીંગ)ની ઓગસ્ટ 2022ની નક્કી બેઠક પૂરી થઇ ગઇ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક બાદ આજે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લેવાયેલા નિર્ણયોની માહિતી આપી. તેમણે રેપોરેટમાં 0.50%નો વધારો કરાયાની જાહેરાત કરી. આમ રેપોરેટ હવે 4.90%થી વધીને 5.40% કરાયો છે. તેની સાથે જ છેલ્લાં ચાર મહિનામાં રેપોરેટ 1.40% વધી ચૂકયો છે. તેની સીધી અસર લોકોને હોમ લોનથી લઇ પર્સનલ લોન લેવા પર દેખાશે.

Recommended