અતિવૃષ્ટિથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેતી પાકને નુકસાન: રાઘવજી પટેલ

  • 2 years ago
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જે બાદ છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ આજે ફરીથી રાજ્યના ઘણા પંથકોમાં વરસાદ શરુ થયો છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક પંથકોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પુરને લીધે રાજ્યના ખેડૂતોના ક્ખેતી પાકોને નુકશાન પહોંચ્યું હતું. આથી રાજ્ય સરકારે ભારે વરસાદના કારણે થયેલા ખેતી નુકશાનનું વળતર આપવાની તૈયારીઓ શરુ કરી હતી. જે બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.