ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
  • last year
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી. જેનો અંત આજે આવી ગયો છે. લોકતાંત્રિક સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવાની પ્રક્રિયા અત્યંત ગોપનીય હોય છે. ચૂંટણીની તારીખો જાહેર કરવીએ ભારતના મુખ્ય ચૂંટણી પંચ- ECIનો અબાધિત અધિકાર છે. આજે ગુજરાતમાં 15મી વિધાનસભાની રચના માટે ચૂંટણીની જાહેરાતો થઇ ગઇ. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમમાં બે તબક્કામાં મતદાન થશે. પહેલાં તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. તમામ 182 બેઠકો માટે 8મી ડિસેમ્બરે મતગણતરી અર્થાત ચૂંટણી પરીણામની જાહેરાત થશે.
Recommended