ઠાકરેને ઝાટકો, 67માંથી 66 કોર્પોરેટરે એકનાથ શિંદેનો હાથ પકડ્યો

  • 2 years ago
ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી મહારાષ્ટ્રની સત્તા ગઈ, પછી પાર્ટીને બચાવવાનો પડકાર સામે આવ્યો. હવે તેમના માટે તેમનો ગઢ બચાવવો પણ અશક્ય બની ગયો છે. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની સત્તા સંભાળ્યાના બે દિવસમાં થાને પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગયું છે. મહાનગરપાલિકાના 66 કોર્પોરેટરમાં એકનાથ શિંદે સાથે ખુલ્લેઆમ સામે આવ્યા છે. આ કોર્પોરેટર શિંદેને મળ્યા અને ત્યાર બાદ જાહેરાત કરી કે તેઓ શિવસેનાના શિંદે કેમ્પને સમર્થન આપી રહ્યાં છે. કોર્પોરેટર સાથે સીએમ શિંદેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

Recommended