રામનવમીની પૂર્વ સંધ્યાએ પોસ્ટર ફાડવાનો મામલો ફરી ગરમાયો

  • 2 years ago
ગીરસોમનાથમાં રામનવમીની પૂર્વ સંધ્યાએ પોસ્ટર ફાડવાનો મામલાએ ફરી એકવાર જોર પકડ્યું છે. પોલીસે આ મામલે કુલ 4 આરોપી સીરાજ યુનુસ મલેક, શાહબુદિન યુનુસ મલેક, અરબાજખાન રસુલખાન પઠાણ, જાહીબ ઉર્ફે માહિર જહાંગીર મલેકની ધરપકડ કરી છે. જેમાંથી 2 આરોપી ભાજપ નગરસેવકના પુત્ર છે. ભાજપના કાઉન્સિલર યુનુસ મલેકના પુત્ર સીરાજ યુનુસ મલેક અને શાહબુદીન યુનુસ મલેક વિરુદ્ધ પોસ્ટર ફાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ યુનુસ મલેકને સસ્પેન્ડ કરવાની માગ કરી રહ્યા છે.