સુરતમાં કારમાંથી 75 લાખ મળ્યાનો મામલો: યુવકોને લઇ ખુલાસો, કોંગ્રેસેની ખાસ સ્પષ્ટતા

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે સુરતમાંથી 75 લાખ રોકડા એક કારમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ કાર મહારાષ્ટ્ર પાસિંગની છે અને આ કારમાં સવાર ત્રણ લોકોમાંથી એક શખ્સ નાસી છૂટ્યો છે. જ્યારે બે શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. તેમાંથી એક યુવક ઉદય ગુર્જર દિલ્હીનો અને બીજો યુવક મોહમ્મદ ફેઝ રાંદેરનો રહેવાસી છે. જ્યારે ફરાર યુવકનું નામ સંદીપ જે કર્ણાટકનો છે. આ સમગ્ર ઘટનામાં કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ મળી આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ મળી આવતા કોંગ્રેસ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસના પ્રવકતા નૈસદ દેસાઇએ કહ્યું કે આ મુદ્દે કોઇ સત્તાવાર માહિતી નથી. આ કાવતરું કરવાનો પ્રયાસ છે. કારનો દુરૂઉપયોગ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસને ખોટીરીતે બદનામ કરવાનું કાવતરું છે. કોંગ્રેસના સાહિત્ય બધે જ છે. કોઇપણ સ્થળેથી મળી શકે છે.

Recommended