છોટાઉદેપુરના જેતપુરમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અંકનુ નિર્માણ કર્યું

  • 2 years ago
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા આજરોજ તારીખ 8 મી ઓગસ્ટ 2022ને સોમવારના રોજ તિરંગા રેલી યોજવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અંકનુ નિર્માણ કરી "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરવામાં આવી હતી.