વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર અલગ અલગ તેલના પ્રયોગથી અલગ અલગ રોગ મટી શકે છે તેમનું કહેવું છે કે, નાભિચક્રના પ્રયોગને વૈજ્ઞાનિક સમર્થન પણ છે