ઉદ્ધવ ઠાકરે વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ શિવસૈનિકોએ યુવકનું મુંડન કર્યું

  • 4 years ago
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વિશે ફેસબૂકમાં આપત્તિજનક ટિપ્પણી કરવાથી રાહુલ તિવારી નામનો યુવક ફસાયો હતો સોશિયલ મીડિયામાં કરેલી કોમેન્ટ તેને એવી ભારે પડી હતી કે શિવસૈનિકોએ તેના ઘરે જઈને ધોલાઈ કરીને મુંડન પણ કર્યું હતું મળતી વિગતો પ્રમાણે રાહુલે 19 ડિસેમ્બરે તેના ફેસબૂક પેજ પર સીએમ ઉદ્ધવ ઠાકરેને લઈને આપત્તિજનક કોમેન્ટ કરી હતી જો કે, વિવાદ થતાં જ રાહુલને ધમકીઓ મળવા લાગી હતી જેના કારણે ડરીને તેણે આ કોમેન્ટ દૂર કરી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું સોશિયલ મીડિયાનો વિવાદ વકરતાં જ રવિવારે શિવસેનાના નેતા સમધન જુગદર કેટલાક કાર્યકર્તાઓને લઈને વડાલામાં જઈને તેમણે રાહુલની ધોલાઈ કરી હતી બાદમાં તેમણે તેનું મુંડન પણ કર્યું હતું આ શિવસૈનિકોએ તેનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો જે વાઈરલ થયા બાદ પોલીસે કાર્યવાહીના નામે બંને પક્ષોને નોટિસ મોકલી હતી આખી ઘટના અંગે પોલીસનો પણ સંપર્ક કરવામાં આવતાં તેમના તરફથી પહેલાં તો જવાબ મળ્યો હતો કે આખી ઘટનામાં સમાધાન થઈ ગયું છે હવે અમે રાહુલનો જવાબ લઈને જો તે ફરિયાદ કરવા માગતો હશે તો આગળની કાર્યવાહી હાથ ધરીશું આ મામલે રાહુલે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું હતું કે, પોલીસ આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતી હતી પોલીસ શિવસેનાના નેતા અને કાર્યકર્તાઓ સામે સીઆરપીસીની કલમ 149 હેઠળ નોટિસ મોકલીને સંતોષ માનવાના બદલે કાયદેસરની કાર્યવાહી કરે તે માટે મેં આરોપીઓની સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જેના અનુસંધાને અંતે પોલીસે પણ આરોપીઓ સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી

Recommended