ખેડૂત પિતાએ દિકરીની ઈચ્છા પૂરી કરવા હેલિકોપ્ટરમાં સાસરે વળાવી હતી

  • 5 years ago
મધ્ય પ્રદેશના એક ખેડૂતે તેની એકમાત્ર દિકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ધામધૂમથી લગ્ન કરીને તેને હેલિકોપ્ટરમાં સાસરે વળાવી હતી નવદંપતી પણ અશોકનગરના ભૂરાખેડીગામે યુવતીના સાસરીમાં પહોંચ્યાં હતાં રાજેન્દ્ર ભદોરિયાએ ખાસ દિલ્હીથી આ હેલિકોપ્ટર મંગાવ્યું તો તેને વિદાય કરવા માટેની ડોલી પણ ખાસ જયપુરથી મંગાવવામાં આવીહતી આવી અનોખી વિદાય જોવા માટે આખું ગામ ત્યાં ઉમટ્યું હતું લગ્નના મંડપથી છેક હેલિપેડ સુધી દૂલ્હન પૂજાને તેના ભાઈઓએ ડોલીમાં બેસાડીને વિદાય આપી હતીપીડબ્લ્યૂડીની ટીમે પણ માત્ર 3 દિવસમાં ગામમાં હેલિપેડ બનાવી આપ્યું હતું તો સાથે જ હેલિકોપ્ટર આવવાથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને પણ સુરક્ષામાં તેનાત કરાઈહતી એકની એક દિકરીની ઈચ્છાને પૂરી કરવા માટે તેના પિતાએ સાત લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું