યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ઓછો કરવા કબરમાં સૂવાની સલાહ આપે છે
  • 4 years ago
નેધરલેન્ડ્સની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્ટ્રેસથી દૂર રાખવા માટે અલગ જ જુગાડ શોધી લીધો છે નિજમેગન શહેરમાં રેડબાઉડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્ડસને જમીનમાં એક ખાડો ખોદીને તેમાં કબર બનાવીને મેડિટેશન કરવાની સલાહ આપી છે

રેડબાઉડ યુનિવર્સિટીનું માનવું છે કે, આ રીતે મેડિટેશન કરવાથી સ્ટ્રેસને દૂર કરવામાં મદદ મળે છે પૂર્વ વિદ્યાર્થી ચેમ્પલે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પોતે અજમાવેલો આ આઈડિયા શેર કર્યો હતો યુનિવર્સિટીમાં બનાવેલી આ કબરમાં 30 મિનિટથી 3 કલાક સુધી લોકો બુક કરી શકે છે વિદ્યાર્થીઓ માટે મેડિટેશન કરવા આ કબર ઘણી પોપ્યુલર થઈ ગઈ છે
Recommended