ચીન સરકાર ઉઇગરોની મસ્જિદો તોડી પાર્કિંગ બનાવે છે

  • 5 years ago
ચીનની સરકાર શિનજિયાંગ પ્રાતમાં રહેનારા ઉઇગર મુસલમાનોના પૂર્વજોની કબરોને નષ્ટ કરી રહી છે ટીકાકારોનું કહેવું છે કે અલ્પસંખ્યક સમુદાયની સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવા માટે ત્યાં કાર પાર્કિંગ અને ખેલનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે હાલમાં જ અમુક સેટેલાઇટ તસવીરો સામે આવી છે જેમાં નવા પાર્ક દેખાઇ રહ્યા છે બીજી તરફ અમેરિકાએ ઉઇગરો સાથે અમાનવીયતાને લઇને ચીનના અધિકારીઓને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો

અમેરિકાના વાણિજ્ય વિભાગે એ આરોપ પણ લગાવ્યો કે ઉઇગર મુસલમાનોનું બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવી રહ્યું છે વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું હતું કે અમે દમનકારી નીતિ વાળા લોકો માટે વિઝા જાહેર નહીં કરીએ માનવાધિકારોનું સંરક્ષણ અત્યંત જરુરી છે દરેક દેશને તેના માનવાધિકારોની ફરજ અને પ્રતિબદ્ધતાનું સન્માન કરવું જોઇએ અમેરિકા તેનો જવાબ આપવા માટે ચીનના અધિકારીઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે

Recommended