શું સરકાર 2000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી રહી છે? જાણો વાયરલ મેસેજનું સત્ય
  • 4 years ago
શું 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થવાની છે? હાલમાં ભારતમાં સૌથી વધુ સંભળાતો પ્રશ્ન કે ચર્ચાતો વિષય આ જ છે



સોશિયલ મડિયા જેવા કે વ્હોટસ અપ, ફેસબુક, ટ્વિટર કે યુ-ટ્યુબ જેવા માધ્યમોમાં એક મેસેજ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બર 2019 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ બંધ કરીને 1000 રૂપિયાની ચલણી નોટ લાવી રહી છે

વળી મેસેજમાં આગળ કહેવાયું છે કે, બેંકમાંથી તમે માત્ર 50,000 રૂપિયા સુધી ની નોટ જ બદલાવી શકશો, માટે તરત જ તમારી 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવો



નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ વાયરલ ન્યૂઝને ફેક ન્યૂઝ ગણાવ્યા છે ઠાકુરે જણાવ્યું છે કે, હમણાં આ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પ્રેસ ઈન્ફોરમેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેકિંગ યુનિટે પણ 5 ડિસેમ્બરના રોજ આ ન્યૂઝને ફેક ન્યૂઝ ગણાવ્યા છે



તો હવે પ્રશ્ન એ થાય કે, આવા ફેક ન્યૂઝ આવ્યા ક્યાંથી?



ઓક્ટોબર 2019માં એક RTI સામે આવી હતી જેમાં RBIએ 2000ની નોટ છાપવાની બંધ કરી હોવાની માહિતી હતી જે સમાચાર અંતે ‘સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવાની છે’, તેવા મેસેજમાં પરિવર્તિત થઈ વાઈરલ થયા છેએટલે કે 31મી ડિસેમ્બર 2019ના દિવસે 2000 રૂપિયાની ચલણી નોટ હાલ તો બંધ નહીં થાય



આ ઘટના પરથી શીખવાનું એ કે, કોઈએ પણ આવા મેસેજની જાળમાં ફસાઈને ખોટી ઊતાવળ કરવી ન જોઈએ વળી આવા કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં તેનું રિયાલિટી ચેક ચોક્કસ કરવું જોઈએ
Recommended