CAB એટલે શું ? CABના વિરોધ પાછળના કારણો શું છે? જાણો વિસ્તારથી
  • 4 years ago
મોદી સરકારે નાગરિકતા સંશોધન બિલ એટલે કે CABને બંને સદનમાં પાસ કરી મોટી સફળતા મેળવી છેરાષ્ટ્રપતિની સહી બાદ હવે આ બિલ કાનૂન બની ગયું છેજોકે સંસદમાં પાસ થયા બાદ પણ આ કાનૂનને લઈ શરૂ થયેલી ચર્ચા હજુ પણ યથાવત છેજોકે દેશના પૂર્વાત્તર રાજયો સહિત અનેક રાજયોમાં આ બિલનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ વચ્ચે સામાન્ય લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે આ કાનૂન શું છે ? જેને લઈને આટલો બધો વિરોધ શાં માટે થઈ રહ્યો છે? આ કાનૂન મૂજબ પડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિંદુ,જૈન,બૌદ્ધ,શીખ,પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે આમ તો નાગરિકતા સંશોધન કાનૂનની અસર સમગ્ર દેશમાં થશે પણ વિરોધ માત્ર પૂર્વોત્તર રાજયો ાસામ,મેઘાલય,મણિપુર,મિઝોરમ,ત્રિપુરા,નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં વધારે છેઆમ થવા પાછળનું કારણ પડોશી દશો પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બીન મુસલમાન ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવા માટેના નિયમોનાં ઢીલ આપવાની જોગવાઈ છેઆ રાજયોમાં તેનો વિરોધ એ વાતને લઈ કરવામાં આવે છે કે અહીં કથિત રીતે પડોશી દેશ બાંગ્લાદેશથી મુસલમાન અને હિન્દુ મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે આવીને વસવાટ કરે છેએક આરોપ છે કે વર્તમાન સરકાર હિન્દુ મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાની વેતરણમાં પ્રવાસી હિન્દુઓ માટે ભારતની નાગરિકતાને લઈ અહીં વસવાટ આસાન કરવા ઈચ્છે છે ગૃહમંત્રી અમિત શાહે 20 નવેમ્બરે સંસદમાં જણાવ્યું હતુંધાર્મિક ઉત્પીડનના કારણે બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવનાર હિન્દુ,શીખ,બૌદ્ધ,જૈન,પારસી અને ઈસાઈઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે અમિત શાહે એમ પણ કહ્યું હતું કે NRC દ્વારા 19 જૂલાઈ,1948 પછી ભારતમાં પ્રવેશ કરનાર ગેરકાયદે નિવાસીઓની ઓળખ કરી તેમને દેશની બહાર મોકલવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે પૂર્વોત્તરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન છતા નાગરિકતા સંશોધન બિલને લઈ ભાજપ પક્ષ આગળ વધ્યો છે તેનું એક કારણ અહીં 2019ની ચૂંટણીમાં ભાજપને મળેલીસફળતા છેઅહીં 25 લોકસભા બેઠકોમાંથી બીજેપી અને તેની સહયોગી પાર્ટીઓને 18 બેઠકો પર જીત મળી હતીઆથી બીજેપીને આશા છે કે હિન્દુ અને બીન મુસ્લીમ પ્રવાસીઓને આસાનીથી નાગરિકતા આપવાના કારણે મોટી સંખ્યામાં હિન્દુઓનું સમર્થન મળશે
Recommended