અમદાવાદ: દેશી દારૂની ખેપ મારતી રીક્ષા ST બસ સાથે ટકરાઈ, 2ના સારવાર દરમિયાન મોત

  • 5 years ago
અમદાવાદઃએસજી હાઈવે પર વાયએમસીએ ક્લબ નજીક શનિવારે મોડી રાત્રે દારૂની ખેપ મારતી રિક્ષા અને બસ વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 3ને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં સારવાર દરમિયાન 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા ઘાયલોને સોલા સિવિલમાં દાખલ કરાયા હતા સરખેજ પોલીસે દારૂની ખેપ મારતા રીક્ષાચાલક સામે અલગથી ગુનો નોંધ્યો છે શનિવારે મોડી રાત્રે સરખેજ તરફથી જતી એક રીક્ષાના ચાલકે ડિવાઇડર કટ પાસેથી પૂરઝડપે રીક્ષાને સામેની બાજુએ હંકારી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો

Recommended