ભાવનગર / જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ

  • 5 years ago
ભાવનગર:આજે સવારે અગમ્ય કારણોસર બહુમાળી ભવનમાં બીજા માળે આવેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી આ આગના કારણે મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા જોકે ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલીક ઘટનાસ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી આગના કારણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જી-સ્વાન રૂમ તથા જી-સ્વાન રૂમમાં મુકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હોવાનું સ્થાનિક સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું છે

Recommended