દિલ્હી-NCRમાં 'Fog Attack'

  • last year
દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીની લહેર સાથે ગાઢ ધુમ્મસ સતત પાયમાલ કરી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં આજે ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી છે. ધુમ્મસના કારણે માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. આગામી 2 દિવસ સુધી ઠંડીનું મોજું કાયમ રહેશે અને ઠંડીથી રાહત નહીં મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આગામી બે દિવસ સુધી શીત લહેરની લપેટમાં રહેશે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી નોંધાઈ હતી. પંજાબના ભટિંડામાં સવારે 5.30 વાગ્યે 0 વિઝિબિલિટી નોંધાઈ હતી. જ્યારે અમૃતસર અને પટિયાલામાં 50 મીટર વિઝિબિલિટી હતી. આ સિવાય હરિયાણાના હિસાર, ચંદીગઢ અને અંબાલામાં માત્ર 25 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.

Recommended