ધારાસભ્યોએ હાઈકમાન્ડને એક લીટીનો ઠરાવ મોકલ્યો છે: ઠાકોર

  • last year
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેઠક મળી. AICCના ઈન્ચાર્જ વિધાનસભા પક્ષના નેતૃત્વનું નક્કી કરવા આવેલા ડૉ. બી. કે. હરિપ્રસાદના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ એકલીટીનો ઠરાવ કરીને હાઈકમાન્ડને મોકલી આપ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા નિયુક્ત કરવા માટેની સંપૂર્ણ સત્તા રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેને સત્તા આપવામાં આવી છે. અને સર્વાનુંમતે ઠરાવ મોકલી આપ્યો છે.

Recommended