દિલ્હીમાં કેવા ખેલ ચાલે છે ગુજરાત માટે મને ખબર છે: PM મોદી
  • 2 years ago
ગુજરાતમાં વડાપ્રધાન મોદીના પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. જેમાં વડાપ્રધાન મોદી જામકંડોરણામાં પહોંચ્યા છે. તેમાં PM મોદીનું જામકંડોરણામાં ભવ્ય સ્વાગત કરવામાં

આવ્યું છે. તેમાં વડાપ્રધાન મોદીએ ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું છે. જેમાં જામકંડોરણામાં વડાપ્રધાન મોદીની આ પ્રથમ વખત સભા છે. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન કરતા

જણાવ્યું છે કે હું પહેલો PM છું જે જામકંડોરણા આવ્યો છુ. જામકંડોરણામાં આવું દ્રશ્ય પહેલાં ક્યારેય નહીં જોવા મળ્યું હોય. મારે અનેકવાર એવા કામ કરવાના આવ્યા છે જે પહેલીવાર

કર્યા છે. જયપ્રકાશ નારાયણ, નાનાજી દેશમુખની આજે જન્મજયંતિ છે. બંને મહાપુરુષોને વંદન કરૂં છુ. નાનાજી દેશમુખે પણ રાષ્ટ્ર માટે પોતાનું જીવન અર્પણ કર્યુ. ભ્રષ્ટાચારમુક્ત ભારત

માટે બીડું ઉઠાવ્યું છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરીએ તો એક ટોળું કાગારોળ કરે છે. જનતાના હકનું જે લુંટ્યું છે તે પાછું આપવું જ પડશે. મારી શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી.
Recommended