મીરાબાઈ ચાનુએ વેટલિંફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

  • 2 years ago
ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. તેમણે વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો છે. આ દરમિયાન ચીનના વેઈટલિફ્ટર જિયાંગ હુઈહુઆએ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ અન્ય એક ચાઈનીઝ વેઈટલિફ્ટર હોઉ ઝિહુઈએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ઝિહુઈ 49 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.