તુલસીના રોપાથી કમળ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવામાં આવ્યો

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીની કચ્છ મુલાકાત પહેલા તુલસીના રોપાથી કમળ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવામાં આવ્યો છે. રેકોર્ડ સ્થાપવા માટે 2782 જેટલા તુલસીના રોપા ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીને આવકારવા માટે વિવિધ કાર્યક્રમો અને રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભુજના હિલગાર્ડન ખાતે પ્રધાનમંત્રી યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ટિમ દ્વારા રેકોર્ડ બનાવામાં આવ્યો છે.

Recommended