શ્રદ્ધા હત્યા કેસ: આજે ફરી થશે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ

  • 2 years ago
શ્રદ્ધાના ટુકડા કરીને આફતાબ જાણે કે કશુ બન્યુ જ નથી એ રીતે ફરતો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તે દરેકને, પોલીસ-કાયદાને છેતરવામાં સફળ થશે. પરંતુ છ મહિના સુધી આઝાદીનો શ્વાસ લેનાર આફતાબ હવે જેલના સળિયા પાછળ છે. આરોપીને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે. તેના ગુનાનો હિસાબ અહીં જેલ નંબર ચારમાં થઈ રહ્યો છે. દેશને હચમચાવી દેનારી હત્યાને અંજામ આપનાર આફતાબ ત્રણ દિવસ સુધી પોલીગ્રાફ ટેસ્ટનો સામનો કર્યા બાદ જેલમાં પહોંચી ગયો છે. સોમવારે, 28 નવેમ્બરે ફરી એકવાર તેનો પોલીગ્રાફ ટેસ્ટ થશે, જેમાં બાકીના પ્રશ્નો પૂછવામાં આવશે. જોકે, અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબો ન આપીને તેણે પોલીસને ચકમો આપ્યો છે. જે બાદ હવે આ કેસનો ખુલાસો થવાની આશા નાર્કો ટેસ્ટ પર ટકી છે.

Recommended