રાજકોટમાં રાહુલ ગાંધીના આગમનની તડામાર તૈયારીઓ, શાસ્ત્રી મેદાનમાં જંગીસભા સંબોધશે

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ થઇ ગયો છે. ત્યારે હવે અત્યાર સુધી સાયલન્ટ રહેલી કોંગ્રેસ પ્રચાર મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં આગમનને લઈને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે.

ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને રાહુલ ગાંધી 21 નવેમ્બરે ગુજરાતમાં આવવાના છે. તેઓ ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ કરશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને ત્યારબાદ બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.

Recommended