રાજકોટમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન

  • 2 years ago
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે રાજકોટમાં વરસાદી માહોલ છવાયા બાદ મોડી સાંજે ધોધમાર

વરસાદ તૂટી પડ્યો હતો. અડધા કલાકમાં વરસેલા અડધા ઈંચ વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભૌગોલિક રીતે નીચાણવાળા ગણાતા ઇન્દ્રપ્રસ્થ નગરના ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ખાસ્સી એવી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અડધા કલાક

વરસેલા વરસાદને પગલે પછાત વિસ્તારોમાં તેમજ પાણી નીકાલની વ્યવસ્થા વગર બનેલા ડિવાઈડર વાળા રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયેલા

જોવા મળ્યા હતા.

Recommended