જાપાનના વિદ્યાર્થીઓનો વીડિયો જોઇ લાગશે કે જાણે રોબોટ ચાલે છે
  • last year
જાપાનમાં આકર્ષક અને બહુપક્ષીય સંસ્કૃતિ છે; એક તરફ તેઓ હજારો વર્ષ જૂની પરંપરાઓના ઊંડાણમાં ડૂબી જાય છે, તો બીજી તરફ તેઓ નવીનતા લાવવામાં અને ટેક્નોલોજીમાં મોટી પ્રગતિ કરવામાં જરાય પાછળ નથી. હવે, જાપાનની એક જૂથ પ્રવૃત્તિ, 'શુદાન કૌડૌ'નું પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓના વીડિયો વાયરલ થયો છે, અહીં ભાગ લીધેલા લોકો ગ્રૂપમાં એક સિંક્રનાઇઝ રીતે આગળ વધીને વિવિધ આંતરછેદ માળખાં બનાવે છે, તેણે ઇન્ટરનેટ પર બધાને સ્તબ્ધ કરી દીધા છે.

આ વાયરલ વીડિયો રિચી ગ્લેઝ ડેવિલાએ ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયો યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીઓનું યોગ્ય સંકલન દર્શાવે છે. 1 મિનિટથી વધુ લાંબો આ વીડિયો 6 નવેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર આ વૉકિંગ આર્ટ પરંપરાગત રીતે નિપ્પોન સ્પોર્ટ સાયન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા 30 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરવામાં આવે છે.
Recommended