વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે સામાજિક દબાણ

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી માટે સામાજિક દબાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાના-મોટા 18 સમાજોએ ટિકિટની માંગ કરી છે. પાટીદાર, કોળી, ઠાકોર જેવા મોટા સમાજો સહિત સાધુ સંતો પણ રાજકીય અખાડામાં ઉતરવા તૈયાર થયા છે. જૈન, લોહાણા, માલધારી સમાજ તેમજ પ્રજાપતિ, ખારવા, ચૌધરી સમાજે પણ ટિકિટો માટે માંગ કરી હતી. ચૂંટણી પહેલા અનેક સમાજોએ શક્તિપ્રદર્શન કર્યું હતું. સમાજના મતોના ડર બતાવી રાજકીય પક્ષો પર દબાણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Recommended