દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલ્ટો, વરસાદના કારણે પ્રદૂષણમાં રાહતની શક્યતા

  • 2 years ago
દિલ્હીમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો. પ્રદૂષણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ છે. તેમજ હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તરના રાજ્યોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે પ્રદૂષણમાં રાહતની શક્યતા સેવાઈ રહી છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં ન્યૂનતમ તાપમાનનો પારો 17 ડિગ્રી નોંધાયો છે.

Recommended