રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડક

  • 2 years ago
ચોમાસાને આડે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.. ક્યાંક ઠંડા પવનો ફુંકાય છે તો ક્યાંક વારસાદી વાતાવરણ સર્જાયું છે.. જેને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાયેલા લોકોને આંશિક રાહત મળી રહી છે... ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યભરમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે... તો આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે... પ્રિ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.