સી.આર.પાટીલે 'આ ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇન કર્યું લોન્ચ

  • 2 years ago
સમગ્ર રાજ્યમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પક્ષના લોકો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે ભાજપે આજે 'આ ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇન લોન્ચ કર્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેમ્પેઇન લોન્ચ કરતાં કહ્યું કે ગુજરાત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ભાજપ 'આ ગુજરાત મેં બનાવ્યું છે' ટેગલાઇન સાથે આગામી ચૂંટણી માટે પ્રચાર કરશે.

આ લોન્ચિંગના પ્રસંગે પાટીલે કહ્યું કે દરેક ગુજરાતીને લાગે કે મેં બનાવ્યુ છે ગુજરાત. નર્મદાનાં નીરને કચ્છ સુધી પહોંચાડવામાં દરેકનો ફાળો છે. વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલ પ્રતિમા ગુજરાતમાં છે. 108ની સેવાથી સૌનાં જીવ બચાવનારું ગુજરાત મેં બનાવ્યું છે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થયો છે. ગુજરાતનાં ગામડાઓમાં 24 કલાક વીજળી મળે છે. સૌથી વધુ રોજગાર આપતું ગુજરાત મેં બનાવ્યું છે.

Recommended