પાટીલે ભાજપ 'અગ્રેસર ગુજરાત' કેમ્પેઇન કર્યું લોન્ચ, જયનારાયણ વ્યાસના રાજીનામાં પર શું બોલ્યા?

  • 2 years ago
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના શુભહસ્તે 'અગ્રેસર ગુજરાત' કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપ સાથે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોન્ચ કરાયું. આ લોન્ચિંગ કાર્યક્રમમાં હાજર સી.આર.પાટીલે કહ્યું કે રેકોર્ડબ્રેક સીટ સાથે ભાજપ જીતશે.

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપનું કેમ્પેઇન લોન્ચ કરાયું. પાટીલે કહ્યું કે લોકોના સુચનો એ અમારો સંકલ્પ છે. લોકોના સૂચનો 15 તારીખ સુધી તારવી સંકલ્પ પત્ર જાહેર કરીશું. અમે ગત ચૂંટણીમાં આપેલ 78% વચનો પુર્ણ કર્યા છે.

Recommended