મચ્છુ ઝૂલતો પુલ તૂટતાં પહેલા લોકોની ભીડનો જુઓ વિડીયો

  • 2 years ago
મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો લગભગ એક સદી જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ડઝનબંધ લોકો ડૂબી ગયા હતા. આ પુલ લાકડાનો બનેલો છે. પાંચ દિવસ પહેલા આ પુલનું સમારકામ કરીને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુલ એટલા માટે તૂટી ગયો કારણ કે તેના પર ઉભેલા લોકોનો ભાર સહન કરી શકયો ન હતો. ઘટના સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કેવી રીતે પુલ ધડામ કરતાં હલ્યો, લટકી ગયો અને પછી નદીમાં પડી ગયો. લોકોએ ચિચિયારીઓ પાડીને જીવ બચાવવા નદીમાંથી બહાર આવવા લાગ્યા. ઘણા લોકોએ પુલના ભાગોને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો.

Recommended