તાપી નદીમાંથી મળી આવેલ લાશ મામલે પોલીસને હત્યાની આશંકા

  • 2 years ago
સુરતના સિંગણપોર વિસ્તારમાં તાપી નદીમાંથી એક યુવકની માથા વગરની લાશ મળી આવી છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મૃતકના ખિસ્સામાંથી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા તેના પરથી યુવકની ઓળખ થઈ હતી. યુવકનું નામ વિપુલ મકવાણા છે. પોલીસે ડોક્યુમેન્ટના આધારે વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. પોલીસને હત્યા થઈ હોવાની આશંકા છે.