ચકચારી ગોધરાકાંડના બીલકિસબાનું કેસના 11 કેદીઓને 'આઝાદી' મળી

  • 2 years ago
બીલકિસબાનું કેસના 11 કેદીઓને મુક્ત કરાયા છે. જેમાં SCનો 11 કેદીઓને મુક્ત કરવા આદેશ છે. તેમાં ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને મુક્ત કરાયા છે. તેમજ ગેંગ રેપ, હત્યા અને

રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. તથા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને 18 વર્ષની સજા કાપ્યા બાદ SCમાં કેદીઓએ અરજી કરી હતી.

SCનો 11 કેદીઓને મુક્ત કરવા આદેશ હતો

પંચમહાલ ખાતે બીલકિસબાનું કેસના 11 કેદીઓને મુક્ત કરાયા છે. ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગરેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની

ઘટના બની હતી. જેમાં સમગ્ર મામલે ગેંગરેપ, હત્યા અને રાયોટિંગનો ગુન્હો નોંધાયો હતો. તેમાં સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. જેમાં આ ચકચારી કેસમાં 11

આરોપીઓને આજીવન કેદની સજા સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. તેથી આરોપીઓ દ્વારા 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં કેદીઓએ મુક્ત થવા માટે અરજી

કરી હતી.

જેમાં ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને કરાયા મુક્ત

જેમાં સુપ્રિમકોર્ટ દ્વારા અરજી અનુસંધાને 11 કેદીઓને મુક્ત કરવા માટે ગુજરાત સરકારને નિર્ણય લેવા માટે આદેશ કર્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ 11

કેદીઓને મુક્ત કરવા હુકમ કરતા આજે તમામને મુક્ત કરાયા છે. જેમાં ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને મુક્ત કરાયા છે.

Recommended