ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ મોટા સમાચાર, ચૂંટણી પંચ નારાજ
  • 2 years ago
ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. એવું કહેવામાં આવ્યું છે કે કમિશન દ્વારા નિર્ધારિત શરતો હેઠળ અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત રિપોર્ટ ફાઇલ ન કરવાને કારણે, કમિશને આ નોટિસ મોકલી છે અને તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે.

ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને પણ પૂછ્યું છે કે આ મામલે આટલો સમય વીતી જવા છતાં પણ કમ્પ્લાયન્સ રિપોર્ટ કેમ તૈયાર કરીને મોકલી શકાયો નથી. કમિશને કહ્યું છે કે આ રિપોર્ટ અંગે જવાબદાર અધિકારીઓને રિમાઇન્ડર પણ મોકલવામાં આવ્યું હતું.
Recommended