ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સુરત મનપાની નીતિમાં હવે કર્મચારીઓ પણ જોડાયા

  • 2 years ago
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સુરત મનપાએ શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા છે. ઇ-વાહનોનો વ્યાપ વધે તે માટે સુરત શહેર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી તૈયાર કરાઈ હતી જેનો પહેલી જાન્યુઆરીથી અમલ શરૂ કરી દેવાયો છે. ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારને વાહન કરમાં રાહત તથા પાલિકાના પે એન્ડ પાર્કમાં પાર્કિંગ ફી સહિતની પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવાના પ્રદૂષણમાં 20 ટકા ફાળો વાહનોને કારણે થતા પ્રદૂષણનો છે, આ કારણોસર ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે માટે પાલિકાએ શહેરના ૨૫ લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરી દીધા છે તથા તબક્કા વાર પાંચસો ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા કવાયત કરવામાં આવી છે.

Recommended