સુરત: પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

  • 2 years ago
સુરતમાં આજે પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયુ છે. જેમાં સંમેલનમાં રાજ્યપાલ અને CM ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યાં છે. તેમાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા 10,000 ખેડૂત હાજર રહ્યાં છે. તેમજ
PM મોદી પણ કાર્યક્રમાં વર્ચ્યુઅલી રીતે જોડાયા છે. તથા 556 ગામના 41,700 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં જોડાયા

જેમાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં PM મોદીએ સંબોધન કર્યું છે. તેમાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને આપવામાં ખાસ તાલીમ આપવામાં આવી છે. તથા 41 હજારથી વધુ ખેડૂતોને

ખાસ તાલીમ આપવામાં આવી છે. સુરતના લોકો અને ખેડૂતોને વિશેષ અભિનંદન છે. ગ્રામ્ય સ્તર પર ટીમો બનાવીને પ્રશંસનિય કામગીરી કરાઈ છે. આગામી સમયમાં દેશભરના ખેડૂતો

સુરત પાસેથી શિખશે. ખેડૂતો સાથે સરપંચોની ભૂમિકા પણ મહત્વની છે. તથા પ્રાકૃતિક ખેતીથી ગામડાઓનો વિકાસ થશે. તેમજ ખેતીના અભિયાનને આગળ વધતા જોઈને ખુબ જ આનંદ

થયો છે. તથા સરસાણા કન્વેન્શન સેન્ટરના કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા છે.

જાણો અગાઉ શું કહ્યું હતુ PM મોદીએ:

પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 11 માર્ચ 2022ના ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. વડાપ્રધાને સૂચન કર્યું હતું કે દરેક ગામના સ્થાપના દિવસની

ઉજવણી થાય. તે સિવાય આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75 પ્રભાતફેરીનું આયોજન, જળસંચયના કામો, પશુઆઓનું રસીકરણ, શાળા સ્થાપના દિવસની ઉજવણી, સ્વચ્છતા

કાર્યક્રમ, ગ્રામજનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર, ખેત તલાવડી નિર્માણ અને ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા સૂચનો કરવામા આવ્યા હતા. આ સૂચન અન્વયે તા.

12/03/2022 થી તા. 10/05/20002 સુધી બે મહિનામાં કુલ 24,68,452 કાર્યો હાથ ધરવામા આવ્યા છે.