વિપુલ ચૌધરીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

  • 2 years ago
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમન વિપુલ ચૌધરી રૂપિયા 800 કરોડના કૌભાંડ મામલે હાલ જેલમાં છે. વિપુલ ચૌધરી ચેરમેન પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ છે. આ કેસ મામલે અગાઉ સેસન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જે બાદ હાઇકાર્ટમાં અરજી કરાઈ હતી. પરંતુ, હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દેતાં વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારે વિપુલ ચૌધરીના જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી આર્થિત ગુનો બનતો હોઈ સાક્ષીઓ તોડવાનો ભય હોવાથી જામીન નામંજૂર કર્યા છે. આ અંગે વિપુલ ચૌધરીના વકીલે જણાવ્યું હતું કે કાયદાકીય લડત ચાલુ રહેશે.

Recommended