કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય

  • 2 years ago
બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે લાખો લોકો આસ્થાના આ મંદિરમાં લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બનશે. યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમા આવે છે. સંતોના વિચાર સાથે હાલ અહિંયા વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, હાલ મૂર્તિના પગ અને છાતીનો ભાગ આવી ગયો છે જેને ફીટીંગ કરવાની કામગીરી શરુ છે. આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્રારા કરવામાં આવશે.