દીપોત્સવી પર્વનો આજથી શુભારંભ, આજે રમા એકાદશી અને વાઘબારસ

  • 2 years ago
હિન્દુ સમુદાયમાં દીપોત્સવી પર્વને ઉજાશ, પ્રકાશ અને નવી આશા-અરમાનોની સાથે જોડવામાં આવે છે. દિવાળી એ હિન્દુ સંવત વર્ષનો અંતિમ દિવસ અને કારતક સુદ એકમને સંવત વર્ષનો પ્રથમ દિવસ એટલે કે નૂતન વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત હવે શુક્રવારે રમા એકાદશી અને વાઘબારસની ઉજવણી સાથે દીપોત્સવીના મહત્ત્વના પર્વની વણઝાર શરૂ થશે. આ વર્ષે મંગળવારે 25મીએ સૂર્યગ્રહણ અને આ સિવાય તિથિના વિચિત્ર સંયોગને કારણે દીપોત્સવીના તમામ પર્વોની ઉજવણીને અસર થશે. તિથિના આવા જ સંયોગ વચ્ચે શુક્રવારે રમા એકાદશી અને વાઘબારસ પર્વની ઉજવણી થશે.

Recommended