બ્રિટનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન લીઝ ટ્રુસ આપ્યું રાજીનામું

  • 2 years ago
બ્રિટનના વડાપ્રધાન લીઝ ટ્રસે વડાપ્રધાન પદ સંભાળ્યાના 6 અઠવાડીયામાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ બ્રિટનનાં નાણામંત્રી અને ગૃહમંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું. ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રુસે બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટ્રસએ વડાપ્રધાન કાર્યાલયમાં માત્ર 45 દિવસ ગાળ્યા બાદ આ રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસ યુકેના સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડા પ્રધાન બન્યા છે. તેમના આર્થિક યોજનાને કારણે યુકેના બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા લોકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.