ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક માટે ગુરુવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે પિકચર ક્લિયર થઇ ગયું છે. કોંગ્રેસના પૂર્વ MLA ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે. ભાજપે આ ચૂંટણીમાં ધવલસિંહની ટીકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે.

ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપતા બાયડ બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે. અલ્પેશ ઠાકોરની જેમ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા હતા પરંતુ અહીં ટિકિટ કપાતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

Recommended