રાણીસર ગામમાં આધેડ પર કેમ થયો હુમલો, જાણો સમગ્ર હકીકત

  • 2 years ago
સાંતલપુર તાલુકાના રાણીસર ગામમાં માથાભારે શખ્સની દાદાગીરી સામે આવી છે. સરકાર દ્વારા મળતા સસ્તા અનાજ મુદ્દે રાણીસર ગામમાં ગરીબ વ્યક્તિ પર ગામના જ માથાભારે શખ્સે ધારિયાના ઘા મારીને હુમલો કર્યો હતો. માથાના ભાગે ધારિયું મારતા 16થી વધારે ટાંકા આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે પાટણની ધારપુર હોપિટલમાં દાખલ કરાયો હતો. ભોગ બનનારની પત્નિએ જણાવ્યું હતું કે આ માથાભારે શખ્સે ઘર છોડી જતા ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે ધારપુર હોસ્પિટલ પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Recommended