ભૌતિકશાસ્ત્રમાં એલેન એસ્પેક્ટ, જ્હોન, ક્લાઉઝર અને એન્ટોન ઝિલિંગરને સંયુક્ત નોબેલ પુરસ્કાર મળશે

  • 2 years ago
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લાઉઝર અને એન્ટોન ઝિલિંગરને આપવામાં આવ્યો છે. એલેન એસ્પેક્ટ ફ્રાન્સના ભૌતિકશાસ્ત્રી છે, જ્યારે જ્હોન એ. ક્લાઉઝર અમેરિકાના વૈજ્ઞાનિક છે અને એન્ટોન ઝિલિંગર ઑસ્ટ્રિયાના વૈજ્ઞાનિક છે. આ વૈજ્ઞાનિકોના પ્રયોગોએ ક્વોન્ટમ માહિતીના આધારે નવી ટેકનોલોજીનો માર્ગ મોકળો કર્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે મંગળવારે એવોર્ડની જાહેરાત કરી હતી.

Recommended