બાલ્ટિક સમુદ્રમાં મિથેન લીક થવાથી ભયાનક વિસ્ફોટ, UNએ કહ્યું બોમ્બ જેટલા ઘાતક

  • 2 years ago
બાલ્ટિક સમુદ્રમાં કુદરતી ગેસ પાઇપલાઇન સિસ્ટમ, નોર્ડ સ્ટ્રીમ ફાટ્યો છે. જેના કારણે ભયંકર મિથેન લીક થઈ રહ્યું છે. જેના કારણે એટલો જોરદાર વિસ્ફોટ થયો, જે અવકાશમાંથી પણ દેખાઈ રહ્યો હતો. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) માને છે કે આ વિસ્ફોટ ઘણા TNT બોમ્બ સમકક્ષ છે. જેના કારણે બાલ્ટિક સમુદ્રની ઇકોસિસ્ટમ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. જો તેને જલ્દી રોકવામાં નહીં આવે તો આસપાસના વિસ્તારના દરિયાઈ જીવોને ભારે નુકસાન થશે. દરિયાઈ પરિવહનને પણ અસર થઈ શકે છે.