સોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી

  • 2 years ago
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે તેમ જણાવ્યું છે. તથા અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ
અમદાવાદ, ખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા સોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં ગુજરાતમા આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરા

શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ નવરાત્રિમાં વરસાદે મેઘમહેર કરી છે. તેમજ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી સાબિત થઈ રહ્યો છે. કપાસ અને મગફળી,

સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.

આગામી દિવસોમાં રહેશે સામાન્ય વરસાદ

હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમા આગામી

દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારો છે.